પુસ્તક : પોલિસી ; લેખક : પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય યશોવિજય સૂરીશ્વરજી મહારાજ સાહેબ ; સ્વર : સેજલ મહેતા
ઘર કરી ગયેલા ક્રોધને ધરમૂળથી ધમરોળી નાંખતી “પોલિસી” 'પોલિસી' પુસ્તક ખૂબ જ વ્યાપક ફલકમાં ક્રોધનો પરિચય કરાવે છે, કેટલીક પોલિસી ક્રોધ આવે તે પહેલા જ તેને દૂર કરવાના ઉપાયો સૂચવે છે, તો કેટલીક ક્રોધ થઈ ગયા બાદ જાળવવા જેવી સાવધાની સૂચવે છે, કોઈક પોલિસી ક્રોધની ભયાનકતા દર્શાવે છે, તો કોઈક પોલિસી ક્રોધની નબળી કડીને દર્શાવી તેને પરાસ્ત કરવાનો રસ્તો દર્શાવે છે...ક્ષમાની સાથે સાથે અનેક સદગુણ વૈભવને આત્મસાત કરવા માટે આ પોલિસી ખરેખર ઉત્તમ માધ્યમ બની રહેશે - તેવો વિશ્વાસ છે.